‘વિજયા દશમી’ના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતેથી શહેર પોલીસ માટેની કુલ રૂ. બે કરોડની ૨૩ જેટલી પોલીસ વાન- (વન જીપ-બોલેરો)ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ૨૩ વાહનો સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રીઓ, ક્રાઈમ બ્રાંચ માટે ક્રાઈમ ડિટેકશન તેમજ સંબંધિત સુરક્ષા કામગીરી માટે ઉપયોગી બનશે. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સર્વશ્રી વાબાંગ ઝમીર, એચ.આર.ચૌધરી, કે.એન. ડામોર, વિજયસિંહ ગુર્જર, હેતલ પટેલ સહિત ડી.સી.પી., એ.સી.પી.ઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application