મજુરા વિધાનસભા ક્ષેત્રના પ્રજાહિતલક્ષી પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા આશયથી સુરત સર્કિંટ હાઉસ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મજુરા વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નો બાબતે મળેલી રજુઆતોની સમીક્ષા કરવામાં આવી હતી.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી પ્રશ્નો, સમસ્યાઓનું ઝડપી નિરકારણ આવે તે જરૂરી છે. મ્યુ. કોર્પોરેશન અને પોલીસ વિભાગને લગતા પ્રશ્નો માટે એકસશન પ્લાન તૈયાર કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. મંત્રીશ્રી સંધવીએ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસો બહાર ગેરકાયદેસર પાર્કિગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે મળી હકારાત્મક દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બેઠકમાં ચેઈનસ્નેચિંગની ફરિયાદો, સ્વચ્છતા, સાયબર ક્રાઈમ સહિતના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર, શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500