Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનાં હસ્તે ચોર્યાસીના વાંસવા ગામે L&T હજીરાનાં સી.એસ.આર ફંડમાંથી 68 લાખનાં ખર્ચે નિર્માણ કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરાયું

  • July 16, 2023 

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે L&Tકંપની હજીરાના CSR ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તળાવની ઊંડાઈ ૨.૫૦ મીટર છે અને તેમાં સેફટી ફેન્સિંગ વોલ, પેવર બ્લોક ફિટિંગ તેમજ પતરાનાં શેડનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે.




ત્યારે L&T કંપનીના સહયોગથી વાંસવા ગામે લોકહિતાર્થે નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા રહેશે જેથી ઉનાળામાં પાણીની સમસ્યાનું નિવારણ થશે. L&T કંપની દ્વારા નાના અને કાંઠાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય તેમજ પાણીની મૂળભૂત સુવિધાઓ માટે કરાતા વિકાસ કાર્યોને પણ મુકેશભાઈએ બિરદાવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમૃત સરોવર બનાવવા પાછળનું મુખ્ય કારણ નીતિ આયોગનો રિપોર્ટ છે. જેને આધારે ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા પાણી ભૂગર્ભમાં ઉતરી જશે.



નીચે ઉતરતા પાણીના આ સ્તરને ઉપર લાવવા માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત અમૃત સરોવરનું નિર્માણ કરાય રહ્યું છે. જે માટે પ્રથમ વખત મળતી કાર્બન ક્રેડિટ પ્રમાણે વોટર ક્રેડિટ મળશે. જેમાં વરસાદનું પાણી હાર્વેસ્ટ કરીને જમીનમાં ઉતારવામાં આવશે અને તેની પર મીટર મૂકવામાં આવશે. તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૮ હજાર ગામડાઓમાં આ કામ કરવામાં આવશે. જેનાથી ભૂગર્ભમાં પાણીના સ્તર ઊંચા લાવી રિચાર્જ થતા પાણી માટે ક્રેડિટ મળશે તેમજ પંચાયતની આવક વધી પાણીના સ્તર પણ ઊંચા આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application