કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે નવસારી જિલ્લામાં પણ વધી રહ્યું છે ત્યારે જિલ્લાના તમામ વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલ્સ શરુ કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી અને જલાલપોર તાલુકા ખાતે પ્રાથિમક શાળાના અઇસોલેશન સેન્ટરની મુલકાત તથા વેકસિનેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં.
આ અવસરે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતુ કે, જિલ્લાના તમામ તાલુકામાં આવી સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામ ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકારે મારું ગામ કોરાના મુકત ગામ અભિયાનનો પ્રારંભ કર્યો છે. નવસારી જિલ્લાના સીએચસી/પીએચસી ના સહયોગથી ૩૬૦ ગ્રામ પંચાયતોમાં અભિયાન આગળ ધપાવશે. જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી દરેક ગામોમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે.
જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય. આઈસોલેટ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવા અને તેમાંથી કોઇ પોઝિટીવ આવે તો ગામમાં જ અલગ સારવાર આપવાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામના લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવશે તો શહેરોની હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500