રાજયના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ ના મંત્રી ઇશ્વરભાઇ પરમારે જિલ્લા સેવા સદન, નવસારી ખાતે કોરોનાની બીજી લહેરના સંક્રમણને અટકાવવા જિલ્લાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ અવસરે નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહયા હતાં
આ પ્રસંગે મંત્રી ઇશ્વરભાઇ પરમાર. જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા ગુજરાત સરકારે અસરકારક પગલાં લીધા છે. બીજી લહેરમાં કોરોનાના કેસો બીજા શહેરોની જેમ નવસારીમાં પણ વધ્યા છે પણ અસરકારક પગલા લેવાઇ રહ્યા છે જેના લીધે લોકોના વધારે પ્રમાણમાં ટેસ્ટ કરીને સંક્રમણને કાબુમાં લેવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.કોરોનાના આ કપરાકાળમાં આપણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રની પાંખ સાથે વિશ્વાસનો સેતુ જીવંત રહેવો જોઇએ અને સૌએ એક ટીમ સાથે એકસૂત્રતાથી કામ કરીશું તો જ આ મહામારીમાંથી બહાર આવી શકીશું.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે, આ એક અકલ્પનીય બિમારી અને પરિસ્થિતિ છે ત્યારે આપણે સૌએ એક સૂત્ર થઇને લડાઇ લડવાની છે. ભૂતકાળમાં આનાથી પણ મોટી સમસ્યાઓ આવી હતી અને આપણે સાથે મળીને લડયા અને જીત્યા હતા આજે આપણે પર્યાપ્ત સંશાધનો થકી ઉત્તમ સારવાર આપીને વધુ સારૂ કામ કર્યું છે.મંત્રીશ્રી પરમારે નવસારીના જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવાયેલા પગલાં અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે મેનેજમેન્ટ બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500