તાપી જિલ્લા રમત ગમત કચેરી દ્વારા રમત-ગમતના નામે મોટાપાયે ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યું હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે. અહીંના વિસ્તારમાં યોજવામાં આવેલ શાળાકીય રમતો,સાંકૃતિક કાર્યક્રમો, શિબિરો જેવા કાર્યક્રમોની પાછળ કરવામાં આવેલ ખર્ચની તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે સમગ્ર મામલે એસીબી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. જોકે આ બાબતે એક જાગ્રત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરીય ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા રમત ગમત કચેરીમાં ફરજ બજાવતા કેટલાક જવાબદાર અધિકારીઓએ તેમના વિસ્તારમાં યોજેલા સંસ્કૃતિક કાર્યક્રમો તેમજ શિબિરોમાં મોટાપાયે સેટિંગ કર્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
સરકાર દ્વારા ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવામાં આવતી મોટી રકમનો ખર્ચ માત્ર કાગળો પર બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે. જોકે આ બાબતની જાણ ગાંધીનગર બિરાજમાન યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરના ધ્યાનમાં ના હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. જોકે તે એક તપાસનો વિષય બન્યો છે.
વ્યારાના પાનવાડીમાં આવેલ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત જિલ્લા રમત ગમત કચેરીમાં ફરજ બજાવતા અધીકારીઓ દ્વારા કરવામાં આવેલ તમામ લેવડ દેવડ અને બેનામી સંપત્તિની તપાસ એસીબી દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. કચેરીના અધિકારીઓની સીધી દેખરેખમાં યોજાયેલ શાળાકીય રમતો,સાંકૃતિક કાર્યક્રમો, શિબિરો પાછળ કરવામાં આવેલ ખર્ચની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તેમજ ઈજારદારોને આપવામાં આવેલ કામો વર્કઓર્ડરથી વિપરીત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષ સંઘવી જી આ બાબતને ગંભીરતા લઇ તપાસના આદેશ આપે તે જ સમયની માંગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500