સુરતના રીંગરોડ સહારા દરવાજાના એસ.એમ.સી શોપીંગ સેન્ટરના વેપારી પાસેથી દલાલ હસ્તક રૂ. 61.29 લાખનું ગ્રે-કાપડ ખરીદી રૂ.25.52 લાખનું પેમેન્ટ ચુકવ્યા વિના ભુગર્ભમાં ઉતરી જતા ખટોદરા પોલીસમાં બે વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાય હતી. જે પૈકી વેપારીને આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરના રીગરોડ સહારા દરવાજા સ્થિત એસ.એમ.સી શોપીંગ સેન્ટમરાં ભાગીદારીમાં ઓમ ફેબ્રીક્સ નામે ગ્રે કાપડનો વેપાર કરતા હિતેશ મનજી સવાણી રહે. ગોલ્ડન પ્લાઝાન એપાર્ટમેન્ટ, એ.કે. રોડ, વરાછા ને જાન્યુઆરી 2020 માં કાપડ દલાલ અર્થ મનુભાઇ પટેલ સાથે સંર્પક થયો હતો.અર્થ પટેલે ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીમાં રૂદ્વાક્ષ ફેશન નામે ફીનીશ્ડ કાપડનો ધંધો કરતા રામેન્દ્ર પ્રહલાદ પટેલ સાથે સંર્પક કરાવી સમયસર પેમેન્ટનો વાયદો કરી રૂ.79,896 ની કિંમતનું ગ્રે કાપડનો ઓર્ડર આપ્યો હતો. જેનું સમયસર પેમેન્ટ ચુકવ્યા બાદ તમે માલ મોકલાવશો તેમ પેમેન્ટ ચુકવી આપવાનું કહી રૂ.61.29 લાખનું કાપડ ખરીદયું હતું. જેની સામે માત્ર રૂ.31.42 લાખનું પેમેન્ટ ચુકવ્યા બાદ બાકી રૂ.25.52 લાખનું પેમેન્ટ નહીં ચુકવી રાતોરાત ઓફિસ અને ઘરને તાળા મારી વેપારી રફુચક્કર થઇ ગયો હતો.
જેથી આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં બંને વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ અંતર્ગત આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ સાગર પ્રધાને વેપારી રામેન્દ્ર પ્રહલાદ પટેલ 33 રહે. ઓલીવા હાઇટ્સ, ભીમરાડ કેનાલ રોડ, સુરત અને મૂળ. કરણપુર, તા. ઉંઝા, જી. મહેસાણાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500