સરકારની સિક્યોરિટી એજન્સી કોમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ( CERT-In)એ બુધવારે ગૂગલ ક્રોમ માટે ઉચ્ચ ગંભીરતાની ચેતવણી ઈશ્યૂ કરતાં જણાવ્યું હતું કે વિશ્વભરના લાખો લોકોએ ગૂગલ ક્રોમ યૂઝર્સને સતર્ક રહેવાની જરૂર છે કેમ કે આ લોકપ્રિય વેબ બ્રાઉઝરમાં અનેક ખામીઓ છે, જેને કારણે રિમોટ એટેકર્સ યૂઝર્સના ડેટા અને સિસ્ટમ્સને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
ERT-Inએ જણાવ્યું હતું કે રિમોટ એટેકર ટાર્ગેટેડ સિસ્ટમ પર એક સ્પેશિયલી ડિઝાઇન કરેલ રિકવેસ્ટ મોકલીને ક્રોમ બ્રાઉઝરમાં રહેલી ચોક્કસ ખામીઓનો ફાયદો ઉઠાવી શકે છે અને યૂઝર્સને સલાહ આપી હતી કે તેઓ વેન્ડર્સ દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલા અપડેટ્સનો વખતોવખત અમલ કરતાં રહે.
હેકર્સ યૂઝર્સના ડિવાઇસમાં કોડ એક્ઝિક્યુટર કરવા તથા સિક્યોરિટીઝને બાયપાસ કરવાનું કામ કરે છે. તેને પગલે યૂઝરની ખાનગી જાણકારી લીક થઇ જાય છે અને હેકર્સ તેનો ખોટો ઉપયોગ કરે છે. આ પ્રકારની ખામીઓથી બચવા માટે CERT-Inએ જણાવ્યું હતું કે યૂઝર્સે પોતાનો ડેટા તત્કાળ સિક્યોર કરવો જરૂરી છે. તેના માટે તેણે ગૂગલ ક્રોમને અપડેટ કરવાની સલાહ આપી છે. આના માટે યૂઝર્સે ગૂગલ ક્રોમની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડે. ત્યાંથી તરત બ્રાઉઝર અપડેટ તઇ શકે છે અને તેને પગલે તમામ પરેશાની સમાપ્ત થઇ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500