સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુનો) દ્વારા વર્ષ-૨૦૨૩ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરાયું છે, જેના ભાગરૂપે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયના ઉપક્રમે તા.૬ અને ૭ જૂનના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા-એસોચેમ દ્વારા સુરત મિલેટ્સ ફેર અને એક્ઝિબિશન યોજાશે. મિલેટ્સના ઉપયોગ પ્રત્યે જાગૃતતા લાવવી, ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન, સાહસિકતા, આંતરરાષ્ટ્રીય પહોંચને પ્રોત્સાહનના હેતુસર આયોજિત આ ફેરમાં ૩૦ જેટલા સ્ટોલ સાથે ભારતીય મિલેટ્સના પ્રચાર-પ્રસાર માટે પ્રદર્શન અને વર્કશોપ પણ યોજાશે. આ એક્ઝિબિશનના આયોજન અર્થે ઈ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તેમણે બેઠકમાં ઉપસ્થિત ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને નાયબ બાગાયત નિયામક અધિકારીઓને આયોજન સંદર્ભે જરૂરી સૂચન સહ માર્ગદર્શન આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500