સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બાજરી, રાગી, જુવાર, જવ અને રાજગરા જેવી પારંપરિક ખેતપેદાશોને પ્રોત્સાહન મળી રહે તેવા આશયથી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે ‘મિલેટ વાનગી સ્પર્ધા’ યોજાઇ હતી. જેમાં આઈ.સી.ડી.એસ. હેઠળની આંગણવાડીની ૧૯ બહેનોએ ભાગ લઈ ‘શ્રી અન્ન’ માંથી પિત્ઝા, સુખડી, થેપલા, ઢોકળા, લાડુ, શીરો, ઉપમા, સામાની ખીચડી, વેજીટેબલ ટીકી, મિક્સ મિલેટનાં વડા, મૂઠિયા, પુડલા, સરગવાની ચટણી જેવી વિવિધ વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોને શ્રી અન્નના ફાયદા, પોષણ મૂલ્યો અને ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ તેમણે રજૂ કરેલી વાનગીઓમાં પોષણ મૂલ્યો, સજાવટ અને સ્વાદને આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ઈનામ આપી આંગણવાડીની કાર્યકર બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500