Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીપોદરામાં રૂપિયાની લેતીદેતીમાં પરપ્રાંતીય ઇસમને મોપેડ ઉપર બોલાવી ૬ લાખની ખંડણી માંગીને અપહરણ કરવાની ઘટના બની

  • January 16, 2025 

સુરત જિલ્લાના પીપોદરામાં ૫૦ હજારની લેતી દેતીમાં પરપ્રાંતીય ઇસમને મોપેડ ઉપર બોલાવી ૬ લાખ રૂપિયા ખંડણી માંગીને તેનુ અપહરણ કરવાની ઘટનામાં જિલ્લા એલસીબી તથા પોલીસની ટીમોએ આરોપીઓને સુરતનાં લિંબાયત ખાતેથી દબોચી લીધા હતા. જ્યારે અપહરણનો ભોગ બનનારને ટેરેસ પરથી ઉગારાયો હતો. સુત્રો પાસેથી માહિતી મુજબ, સાગર પંકજ સ્વાઇ (ઉ.વ.૨૧, ધંધો-મજૂરી, મુળ રહે. ગંજામ, ઓરીસ્સા, હાલ રહે.સાયણ) પાસેથી ૫૦ હજાર રૂપિયાની રકમની લેતી દેતીમાં અજય પાંડી, વિજય બહેરા, બાપી ઉર્ફે કાલુ ડાકુઆ, શત્રુઘન બહેરા તથા બલરામ નાહકે પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતુ.


જે મુજબ અજય પાંડીએ સાગર સ્વાઈને મોબાઈલ ફોન કરી વિરાટને પૈસા આપવાનાં હોવાનું કહીને પીપોદરા ઓવરબ્રીજ નીચે બોલાવ્યો હતો. જે બાદ અજયે સાગરને વિજય કાટાની પાછળની ગલીમાં આવેલી બિલ્ડીંગ પાસે લઈ વાતો શરૂ કરી હતી. દરમિયાન કાવતરાનાં ભાગરૂપે ઉપરોક્ત પાંચેય લોકોએ બોલાચાલી અને તકરાર કરી સાગરને મારમાર્યો હતો. જે બાદ તે તમામ મિત્રો અલગ અલગ દિશામાં ભાગી છુટયા હતા. જોકે આ વખતે તેઓ વગર સ્વાઈનાં મિત્ર સાગર ગોંડાને પકડી પાડી માર મારી તેનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ મોબાઈલ ફોનથી સાગર સ્વાઈ અને તેનાં મિત્ર નુતન મોહનથી તથા સાગર ગોંડાની માતા પાસેથી બળજબરી પૂર્વક ૬ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.


સાથે જ નાણાં નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી સાગર ગોંડાનાં બર્ગમેન સ્કૂટરને લઈ જવાયું હતુ. સમગ્ર ગંભીર મામલે કોસંબા પોલીસે ખંડણી અને અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં એલસીબી પોલીસ તથા જિલ્લા પોલીસની ટીમોને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, અપહરણનો ભોગ બનનારને સુરત શહેરનાં લીંબાયતનાં સુભાષ નગર વિસ્તારમાં આવેલી બિલ્ડીંગમાં રખાયો છે. જેને આધઆરે પોલીસે સ્થળે પહોંચતા ભાડાનાં રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવેલો સાગર ગોંડા મળી આવ્યો હતો. આ યુવકને હેમખેમ છોડાવ્યા બાદ પોલીસે પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application