Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિરઝાપુર પાટિયા પાસે એસ.ટી. બસ અડફેટે આવતાં આધેડનું મોત નિપજ્યું

  • January 28, 2025 

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની દરિયાઈ કાંઠા પટ્ટીના મોર ગામના સુરેશભાઈ પટેલ બાઈક હંકારી જઈ રહ્યા હતા ત્યારે મિરઝાપુર પાટિયા પાસે રોડના વળાંકમાં તેમની બાઈકને એક એસ.ટી. બસે અડફેટે લેતા સર્જાયેલા ગંભીર ઈજા પામેલા સુરેશભાઈનું મોત નિપજ્યું હતુ.


બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ પટેલે ઓલપાડ ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, મોર ગામે પોપડી ફળિયામાં રહી સુરેશભાઈ નારણભાઈ પટેલ (ઉ.વ.૬૧) વેપાર કરતા હતા. તેઓ ગત શનિવાર સવારે પોતાની બાઈક નંબર જીજે/૦૫/એફએક્સ/૦૨૭૭ હંકારી પોતાના ગામ જઈ રહ્યા હતા.


તે સમયે મિરઝાપુર પાસે રોડ ઉપર દોડતી એસ.ટી. નિગમની સરકારી બસ નંબર જીજે/૧૮/ઝેડ/૫૩૯૬ના અજાણ્યા ડ્રાઈવરે તેની બસ ગફલતભરી હંકારી સામેથી આવતી સુરેશભાઈની બાઈકને મિરઝાપુર પાટિયાના વળાંકમાં અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સુરેશભાઈને જમણા હાથમાં તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને ઓલપાડ ખાતેની એક બાદ વધુ સારવાર અર્થે ઓલપાડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સુરેશભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મૃતકના પુત્ર હિતેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં એસ.ટી.બસના અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application