સુરત જિલ્લાના માંગરોળના ખરેડા ગામે કલરકામ કરી રહેલા કામદાર આધેડને ભમરા કરડતા તે પગથિયા પરથી નીચે પડી ગયો હતો. આ સાથે જ તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દમિયાન તેનું મોત નિપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના પાતેરા ગામના ૬૦ વર્ષીય અજિતસિંહ ઉર્ફે કાભઈ ભવાનસિંહ સોલંકી માંગરોળના ખરેડા ગામે સરકારી પાણીની ટાંકી પાસે કલરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુના ઝાડ પરથી ભમરા ઉડતા અજિતસિંહને શરીરે ભમરા કરડ્યા હતા. તેથી તેઓ આરસીસીના પગથિયા ઉપરથી નીચે પડી જતા તેમને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ટૂંકી સારવાર બાદ અજિતસિંહનું મોત થયું હતું. બનાવ અંગે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application