મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં વાંકા ગામની સીમમાંથી વાંકાથી હથોળા જતાં રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી અજાણ્યા આધેડને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં અક્ક્લાકુવા તાલુકાનાં ખૂડચીમાળ ગામે રહેતા રાજેશભાઈ ભીલાભાઈ વળવીનો ગત તારીખ ૨૯/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર એમએચ/૩૯/એએલ/૧૨૨૩ને નિઝરનાં વાંકા ગામની સીમમાં આવેલ મહેન્દ્રભાઈ ઉદ્દવભાઈ પટેલ નાંઓની ખેતરની સામે વાંકાથી હથોળા જતાં રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતાં હતા તે સમયે આગળ ચાલતા અજાણ્યા આધેડની જેની આશરે ઉંમર ૬૦થી ૬૫ વર્ષની હશે તેણે અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં અજાણ્યા આધેડને મોઢાનાં ભાગે તથા હાથમાં ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કિશનભાઈ યાદનનાંએ બાઈક ચાલક સામે તારીખ ૩૦/૧૨/૨૦૨૪ નાંરોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application