મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના મદાવ ગામની સીમમાં જેતવાડી તરફ જતાં રસ્તા ઉપર એક ટ્રક ચાલકે પોતાના કબ્જાનું ટ્રક રીવર્સમાં લેતા રોડ રાહદારી આધેડ પરથી પાછળના સાઈડનું વ્હીલ ચઢી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. પોલીસે અજાણતા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના જેતવાડી ગામના આંબા ફળિયામાં રહેતા જેઠિયાભાઈ ઉકરાભાઈ ગામીત (ઉ.વ.૭૦)નાઓ તારીખ ૧૩-૦૨-૨૦૨૫ નારોજ ચાલતા ચાલતા મદાવ ગામેથી જેતવાડી ગામ તરફ જતાં હતા. તે સમયે ટ્રક નંબર જીજે-૨૧-ટી-૨૩૪૩ના ચાલકે પોતાનો ટ્રક બેદરકારી પૂર્વક રીવર્સમાં લેતા રોડ પર ચાલતા જેઠિયાભાઈને અડફેટે લેતા કમરના નીચેના ભાગેથી ટ્રકનું પાછળનું ડ્રાઈવર સાઈડનું વ્હીલ ચડાવી દેતા જેઠિયાભાઈનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાંતુભાઈ છીમાભાઈ ગામીતએ ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application