નવસારીના હાંસાપોર ગામના રેલવે ગળનારામાં ડૂબી જતા આધેડનું મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગરનાળામાં છેલ્લા પાંચ વર્ષથી ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતા આ ઘટના બની હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભાણાભાઈ મોરારભાઈ ચૌહાણ (ઉ.વ.૫૫, રહે.રોહિતવાસ, હાંસાપોર ગામ, તા.જલાલપોર, નવસારી) દરમિયાન કોઇ અરસામાં લઘુશંકા માટે નીકળ્યા બાદ મંગળવારની સવારે ૭ વાગ્યાના અરસામાં તેમની લાશ ઘર નજીકના રેલવે અંડરપાસ ગળનારામાંથી મળી આવી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભાણાભાઈને રાત્રી દરમિયાન લઘુશંકા જવાની ટેવ હતી અને તેઓ રાત્રીએ નીકળ્યા હોય અને અકસ્માતે પાણી ભરેલા ગળનારામાં પડી જતા તેમનું મોત નીપજ્યું હોય તેમ જણાવ્યું હતું. બનાવ અંગે જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500