ઉમરપાડાના શરદા ગામે આધેડને સાપે ડંખ મારતા તેની તબિયત લઠડી હતી અને બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડા પોલીસની હદમાં આવેલા શરદા ગામે નિશાળ ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય અમરસિંગભાઈ મોતીસિંગભાઈ વસાવા રાત્રે પોતાના ખેતરમાં પાક ઉપર તાડપત્રી નાંખવા માટે ગયા હતા. તે દરમિયાન તેમને ઝેરી સાપે પગમાં ડંખ મારતાં તેઓ બેભાન અવસ્થામાં નીચે પડી ગયા હતા. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અમરસિંગભાઈને મૃત ઘોષિત કર્યા હતા. હાલ ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application