રવિવારથી શરૂ થતા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન અંધેરી-દહીંસર વચ્ચેની ૨-એ અને ૭ આ બંને મેટ્રો- રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવાની અપીલ રાજ્ય સરકારને કરવામાં આવી છે. કાંદિવલીના ધારાસભ્યએ આ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, નવરાત્રિમાં રાસ-ગરબા રમવા માટે ખેલૈયાઓ દૂર દૂરના પરાંમાં જાય છે. આ બધાની સગવડ માટે મેટ્રો-રેલની સર્વિસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવે તો ઘણો લાભ થાય. આ વખતે રાસ-ગરબાના વ્યાવસાયિક આયોજનો મુખ્યત્વે અંધેરી અને બોરીવલીના પટ્ટામાં જ થયા છે. દાંડિયા-રાસ પૂરા થયા પછી ઘરે જવા માટે ધસારો થાય ત્યારે ઘણીવાર રિક્ષાઓ મળતી નથી. બીજું મોકાનો લાભ ઊઠાવીને ઘણી વખત રિક્ષાવાળા વધુ ભાડું પડાવતા હોય છે. આને બદલે મેટ્રો-રેલમાં સસ્તા ભાડામાં સલામત પ્રવાસ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application