દેશનાં મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે, તો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી સહિત ઉત્તરાખંડ 4 ધામ યાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. દરમિયાન IMD તરફથી ઉત્તરાખંડના હવામાન અંગે એલર્ટ જારી કરાયું છે. મધ્ય પ્રદેશ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે IMD તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે.
IMD તરફથી ઉત્તરાખંડના હવામાન અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં આજથી હવામાનમાં મોટા ફેરફાર થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના જુદા જુદા જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. ઉત્તરાખંડના ઘણા શહેરોમાં 11થી 14 જૂન દરમિયાન કરા અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરકાશી, ટિહરી, દેહરાદૂન, પૌડી, હરિદ્વાર, યુએસએનગર, નૈનિતાલ જિલ્લામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા થવાના તેમજ કરા અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ અંગે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના નિષ્ણાંતનાં જણાવ્યા અનુસાર તારીખ 11, 12, 13 અને 14 જૂન દરમિયાન ઉત્તરાખંડનું હવામાન આવું જ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે કરા અને વરસાદને કારણે તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ ઝાકડના કારણે લોકો અને પાકને નુકસાન થવાની સંભાવના છે. આ માટે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500