ભારતનાં હવામાન વિભાગ એ દેશનાં કેટલાક ભાગમાં ઠંડા પવનની સ્થિતિ અને વરસાદ વચ્ચે અન્ય ભાગોમાં તેમજ મધ્ય ભારત અને મહારાષ્ટ્રના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી કરી છે. આગામી દિવસોમાં બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તરાખંડ અને ઉત્તર પરદેશમાં રાત્રે અને સવારમાં સમયે ખુબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ રાજ્યોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજથી લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં હિમવર્ષા સાથે વરસાદની પણ સંભાવના છે. હિમાલયના વિસ્તારોમાં તાપમાન ઘટીને માઈનસ થઈ ગયું છે. ઘણી જગ્યાએ લોકોને પાણીની સમસ્યાઓ પણ ઊભી થઇ છે કારણ કે પાણી બરફમાં ફેરવાઈ ગયું છે. આ રાજ્યો ઉપરાંત કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500