Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Metaએ સોશિયલ મીડિયા યુઝર્સ માટે 'ટેક ઈટ ડાઉન' નામનું એક ટૂલ લોન્ચ કર્યું

  • April 11, 2023 

વધતા જતાં ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે હવે 18 વર્ષ કરતા ઓછી ઉંમરનાં બાળકો પણ ઈન્ટરનેટમાં વધારે પડતા એક્ટીવ જોવા મળે છે. જેને લઈ સોશિયલ મીડિયા જગતની મુખ્ય કંપનીઓમાંની એક Metaએ સોશિયલ મીડિયા યુઝર્સ માટે 'ટેક ઈટ ડાઉન' નામનું એક ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી ન્યૂડ કન્ટેન્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરક્યુલેટ થતા અટકાવવામાં આવશે. આ ટૂલ નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ ટૂલ લોન્ચ કરવાનો હેતુ સેક્સટોર્શનના મામલા ઘટાડવા અને લોકોની પ્રાઈવેસી જાળવી રાખવાનો છે.






આ ટૂલની મદદથી ભૂતકાળમાં અપલોડ કરાયેલા ફોટાને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી શકાય છે અને તેને શેર થતા અટકાવી શકે છે. આજકાલ ન્યૂડ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી સરક્યુલેટ થતા હોય છે અને તેના કારણે લોકોને બ્લેકમેલ પણ કરવામાં આવે છે. પરંતુ હવે આ પ્રકારની તમામ ઘટનાઓ આ ટૂલની મદદથી અટકાવવામાં આવશે. જો કોઈ યુઝર ટેક ઈટ ડાઉન ટૂલની મદદથી કોઈ ફોટોને રિપોર્ટ કરે છે, તો તે ફોટાની ડિજિટલ ફિંગરપ્રિન્ટ બને છે જેને હેશેસ કહેવામાં આવે છે.






તમારો ફોટો કોડમાં કન્વર્ટ થઈ જાય છે અને ત્યાર બાદ કોઈપણ વ્યક્તિ આ ફોટો જોઈ શકતું નથી. આ ટૂલની સારી વાત એ છે કે, એકવાર ફોટો રિપોર્ટ થઈ જાય તે પછી પ્લેટફોર્મ પર તે પ્રકારના જેટલા પણ જુના ફોટોસ હશે તે પણ ઓપન થશે નહિ. એટલે કે તેને બ્લોક કરી દેવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ તે ફોટો પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરે છે તો તે ડાઉનલોડ પણ નહી થાય. આ ટૂલમાં એક ખામી એ છે કે જો કોઈ તમારી આપતિજનક ફોટો સેવ કરે છે અને તેને એડિટ કરીને પ્લેટફોર્મ પર અપલોડ કરે છે તો તે સ્થિતિમાં આ ફોટો બ્લૉક નહીં થાય કારણ કે આ ટૂલ તે ફોટોને નવી માને છે અને તેને ઓળખી શકતું નથી. આ માટે તમારે આ ફોટોને ફરીવાર રિપોર્ટ કરવું પડશે. મેટાએ જણાવ્યું હતું કે, આ ટૂલ ભારતમાં આ વર્ષના અંત સુધીમાં હિન્દી ભાષામાં લોન્ચ કરવામાં આવશે અને આવનારા સમયમાં તે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ લોન્ચ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News