Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેટા કંપની ટૂંક સમયમાં 6000 કર્મચારીઓને છુટા કરશે, જયારે કર્મચારીઓને ઈ-મેઈલથી આપવામાં આવશે જાણકારી

  • May 20, 2023 

મેટાનાં સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે 2023-24નાં વર્ષમાં 10 હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. એ પછી હવે રિપોર્ટમાં દાવો થયો છે કે, આ મહિનાના અંત સુધીમાં જ મેટા કંપની 6000 કર્મચારીઓને કાઢી મુકશે. ટૂંક સમયમાં કર્મચારીઓને ઈ-મેઈલથી જાણકારી આપવામાં આવશે એવો દાવો અહેવાલમાં થયો હતો. મેટા કંપનીમાં છટણીનો દૌર હજુ ચાલી રહ્યો છે. છેલ્લાં વર્ષમાં લગભગ 20 હજાર જેટલાં કર્મચારીઓને હાંકી કાઢ્યા બાદ પણ કંપની વધુ 10 હજાર કર્મચારીઓને બરતરફ કરવાનું વિચારે છે.






માર્ક ઝકરબર્ગે થોડા સમય પહેલાં કહ્યું હતું કે, કંપની હજુ પણ વધુ કર્મચારીઓને છૂટા કરશે. આ જરૂરી બની ગયું હોવાથી પગલું ભરવામાં આવશે. મે મહિનામાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી શક્યતા હતી અને કંપની તેની સત્તાવાર જાહેરાત પણ કરવાની હતી, તે પહેલાં માહિતી લીક થઈ ગઈ હતી. એ પ્રમાણે કંપની વધુ 6000 કર્મચારીઓને છૂટા કરશે. આ અહેવાલ પછી કંપનીનાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કંપની ટૂંક સમયમાં મેઈલ કરીને જે કર્મચારીઓને છૂટા કરાશે તેને જાણકારી આપશે એવો દાવો અહેવાલમાં થયો હતો.






મહિનાનાં અંત સુધીમાં જ તાત્કાલિક અસરથી આ કર્મચારીઓને હાંકી કઢાશે. અગાઉ છેલ્લાં એક વર્ષમાં ફેસબુકે અલગ અલગ તબક્કે લગભગ 20 હજાર જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. વિશ્વભરમાં મેટા કંપની ફેસબુક અને વોટ્સએપ માટે સ્ટાફ ધરાવે છે. એમાંથી છેલ્લાં 4000 કર્મચારીઓને બરતરફ કરાયા હતા. તે પહેલાં નવેમ્બરમાં 11 હજાર કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કંપનીએ કરી હતી. ગત વર્ષે માર્ચમાં 10 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. ઝકરબર્ગે છેલ્લે 10 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, એમાંથી 4 હજારને બરતરફ કરાયા હતા અને બાકીનાં 10 હજારને બરતરફ કરાશે એવી સ્પષ્ટતા કંપનીના એક નિવેદનમાં કહેવાયું હતું. ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ 13 ટકા સ્ટાફ ઓછો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application