મેન્દ્રસિંહ વાઘેલાએ આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે વિધીવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરી ઘરવાપસી કરી છે. ચૂંટણીમાં ટિકિટને લઈને તેમણે આ દરમિયાન મહત્વની વાત કહી હતી.મહેન્દ્ર સિંહ વાઘેલા અગાઉ ભાજપમાં જોડાયા હતા ત્યાર બાદ ત્યાંથી રાજનિતી અળગા રહી 5 વર્ષ બાદ આજે કોંગ્રેસમાં ફરીથી જોડાયા છે. અગાઉ રાજનિતીથી તેઓ અળગા રહ્યા હતા. આ દરમિયા આજે પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું કે,તેમણે કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ આવ્યા છે જેથી તેમનું સ્વાગત છે. કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમણે આવકાર્યા હતા.
આ દરમિયાન મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. નફરતની રાજનિતીને મિટાવવી હશે તો સાથે મળીને કામ કરવું પડશે. મેં કોંગ્રેસમાં જોડાવવાનો પ્રસ્તાવ જગદિશભાઈ સામે રાખ્યો અને મારે ફરીથી સાથે કામ કરવું છે તેમ મેં કહ્યું અને સાથે કામ કરવા જોડાયો છે. કોંગ્રેસ પ્રદેશની ગુજરાતની ટીમ જે કહેશે તેમ હું કામ કરીશ. આ સાથેચ ચૂંટણી લડવાની અને ટિકિટ આપવાની વાતને લઈને કહ્યું કે, પ્રદેશ કમિટી જે કહેશ એ કરીશું. કોંગ્રેસ મજબૂત છે. શંકરસિંહ વાધેલા મારા પિતાજી છે ત્યારે તેઓ 50 વર્ષથી રાજનિતીમાં છે કોંગ્રેસમાં જોડાવું કે નહીં તે વિશે તેઓ જ કહી શકે છે.
ખાસ કરીને મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે 2017માં તેમને કહ્યું હતું કે, મને કોંગ્રેસ પર વિશ્વાસ નથી. આ વાતનો જવાબ આપતા કહ્યું હતું કે, ભાજપમાં હું જોડાયો ત્યારે એક પણ દિવસ ભાજપના કોઈ કાર્યક્રમમાં ગયો નથી. ભાજપના અનુભવ વિશે કહ્યું કે, મારું ત્યાં મન નહોતું માન્યું તેથી ત્યાંથી જ મેં રામરામ કરી દીધા હતા અને 5 વર્ષ ભાજપના પણ કોઈ કાર્યક્રમમાં હું ગયો નથી. શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે ત્યારે તેઓ કપડવંજ, ગાંધીનગર કે પછી બાયડ પરથી ચૂંટણી લડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500