ચોમાસાના ધોરી સમાન મહિનાઓમાં પૂરતો વરસાદ નહિ વરસાવી શ્રાવણના અંત અને ભાદરવાના પ્રારંભથી અંતે વરૂણ દેવે ખેડૂતો અને પશુપાલકોની વેદના જાણીને દક્ષિણ ગુજરાત ઉપર અવિરત હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે અને ગઈકાલથી પાંચેય જિલ્લામાં સાર્વત્રિક સચરાચર મેઘ કૃપા વરસાવી રહ્યા છે. જાણે કે મેઘરાજા રાત્રિના સમયે પરિભ્રમણ કરવા નીકળ્યા હોય એમ તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવી રહ્યા છે જેમાં વલસાડના કપરાડા માં સર્વાધિક 9 ઇંચ વરસાદી પાણી પડતા સર્વત્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી અંતે યથાર્થ ઠરી રહી હોય તેમ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘ કૃપા વરસી રહી છે. અછતના ઉંબરે આવી પહોંચેલા સમગ્ર દક્ષિણ ગુજરાત પર વરુણ દેવી ધ્યાન કેન્દ્રિત કરતા દરેક તાલુકા પર વત્તા ઓછા પ્રમાણમાં હવે હેત વરસાવી રહ્યા છે.ગત રાત્રિના પવનના સુસવાટા અને વીજળીના ચમકારા વચ્ચે મેઘરાજાએ પરિભ્રમણ શરૂ કર્યું હતું સુરત જિલ્લાના બારડોલીમાં ૩૬ મી.મી. ચોર્યાસી માં ૬૪ મી.મી. કામરેજ ૫૯ મી.મી. મહુવા ૧૩ મી.મી. માંડવી ૧૯ મી.મી. માંગરોળ ૩૭ મી.મી. ઓલપાડ ૪૪ મી.મી. પલસાણા ૧૬ મી.મી. જ્યારે સુરત સિટીમાં એક ઈંચથી વધુ અને ઉમરપાડામાં ૨૦ મી.મી. પાણી વરસ્યું હતું. નવસારી જિલ્લા ઉપર મીટ માંડવામાં આવેતો ખેરગામમાં વિતેલા ૨૪ કલાકમાં ૫૩ મી.મી. ગણદેવી ૭૫ મી.મી. ચીખલી ૫૮ મી.મી. જલાલપોર ૩૭ મી.મી. નવસારી ૪૭ મી.મી. અને વાંસદામાં ૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પાણી થઇ જવા પામ્યું છે અને માર્ગો પણ પાણી વહેવા લાગ્યા છે.
કુકરમુંડા ૬૪ મી.મી. અને નિઝર તાલુકામાં ૨૮ મી.મી. વરસાદ વરસ્યો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા માં ૭૪ મી.મી. વગઈ ૪૦ મી.મી. સુબીર ૪૧ મી.મી. જ્યારે ગિરિમથક સાપુતારા માં ૩૩ મી.મી. વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે અને ઉમરગામ ૧૪ મી.મી. કપરાડા માં સાંબેલા ધારે ૨૧૨ મી.મી. વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પંથકમાં સ્થિતિ સર્જાય છે. જ્યારે ધરમપુરમાં ૩૦ મી.મી. પારડીમાં ૨૫ મી.મી. વલસાડમાં ૨૩ મી.મી. અને વાપીમાં ૨૫ મી.મી. વરસાદ નોંધવામાં આવ્યો છે. તાપી જિલ્લા ની વાત કરવામાં આવે તો વ્યારામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૩૨ મી.મી. સોનગઢ ૩૮ મી.મી. વાલોડ ૦૭ મી.મી. ડોલવાણ ૫૧ મી.મી. ઉચ્છલ ૫૦ મી.મી. કુકરમુંડા ૬૪ મી.મી. અને નિઝર તાલુકામાં ૨૮ મી.મી. વરસાદ વરસ્યો છે.
મેઘરાજા દક્ષિણ ગુજરાત હજુ પણ આ લખાય છે ત્યારે હેત વરસાવી રહ્યા છે.
વધુમાં દક્ષિણ ગુજરાતમાં આજે સવારે પણ મેઘરાજા નું ડાંગ. વલસાડ. તાપી અને સુરત જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા રૂપે વરસવાનું ચાલુ રહ્યું છે. જેના પગલે કાવેરી. અંબિકા. પુર્ણા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારી જિલ્લાના જૂજ અને કેલીયા ડેમ પણ વધુ વરસાદ વરસે તો છલકાવાની તૈયારીમાં છે.સવારથી ૧૦ વાગ્યાના ચાર કલાકમાં ડાંગ જિલ્લામાં આહવામાં ૨૩ મી.મી. સુબીર ૧૪ મી.મી. વઘાઈ ૧૬ મી.મી. અને સાપુતારા ૩૨ મી.મી. તથા વલસાડના ઉમરગામ ૨૪.મી.મી. કપરાડા ૬૬ મી.મી. ધરમપુર ૪૯ મી.મી. નવસારીના વાસદામાં ૧૩ મી.મી. ઉચ્છલ ૩૬ મી.મી. ડોલવાણ ૨૭ મી.મી. વ્યારા ૨૭ મી.મી. તેમજ સુરતના ઓલપાડ માં ૧૬ મી.મી. ચોર્યાસી તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે આ છોડીને અન્ય તાલુકામાં પણ હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે એટલે કે મેઘરાજા દક્ષિણ ગુજરાત હજુ પણ આ લખાય છે ત્યારે હેત વરસાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500