સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સુરત અને નવસારીમાં એક દિવસ ધમાકેદાર વરસ્યા બાદ ગઈકાલથી મેઘરાજા ગાયબ થઇ ગયા છે જ્યારે ડાંગ અને વલસાડ જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત તાપી જિલ્લામાં પણ સામાન્ય હળવા ઝાપટા વરસ્યા હોવાનું ફલડ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો જોવા મળ્યો હતો.
તાપી જિલ્લામાં વિકટ પરિસ્થિતિ જોવામાં આવી
આ અંગે વધુ વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાદળો ઘેરાયા છે બે દિવસ પહેલા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા લાંબા સમયથી જોવાતી મેઘરાજાની રાહ ની આતુરતાનો અંત આવ્યો હતો અને ધરતી પુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી ખેડૂતો સારા વરસાદને પગલે ખેતી કામમાં જોતરાઈ ગયા હતા જોકે વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ગુજરાતની બોર્ડર પર આવેલી ડાંગની ગીરીમાળાઓમાં વરસ્યો છે સાપુતારામાં બે ઇંચ, આહવામાં એક ઇંચ અને વગઈ દોઢ ઇંચ વરસાદ વરસાદ હતો. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો જોવા મળ્યો હતો ગીરા ધોધ અને બોટાનિકલ ગાર્ડન વઘઈ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ તૂટી પડયો હતો સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો સ્વાદ માણવા ઉમટેલા પ્રવાસીઓએ પણ વરસતા વરસાદે ભીંજાવાની મજા માણી હતી વરસાદી માહોલની સાથે સમગ્ર સ્થળો પર દુધિયા રંગની ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉમંગ બેવડાયો હતો.બીજી તરફ સુરત અને નવસારી જિલ્લામાં બે દિવસ વરસાદ વરસ્યા બાદ ગઈકાલથી મેઘરાજા ગાયબ થઇ ગયા છે તાપી જિલ્લામાં વિકટ પરિસ્થિતિ જોવામાં આવી રહી છે જે જમીનમાં લીલોતરીના પાંદડાઓ જોઈને આંખ ઠરતા દ્રશ્યો જોવા માં આવી રહ્યા હતા તે સૂસવાટા મારતા પવનની ગરમ હવાઓ જમીનની અંદર પુષ્કર ગરમી બફારાને કારણે ધીરે ધીરે ત્યાં જ મુરઝાઈ રહ્યા છે.
મોંઘાદાટ બિયારણો વાંપરી વાવણી તો કરી નાખી પણ હવે કેટલાક તાલુકામાં મેઘરાજા વરસ્યા બાદ ગાયબ થઇ ગયા
જોકે વાલોડ, કુકરમુંડા. ડોલવણ અને નિઝરમાં માત્ર સામાન્ય હળવા ઝાપટા વરસ્યા છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ગતરોજ બે ઇંચ વરસાદ વરસતા સહેલગાહે ગયેલા સહેલાણીઓને મન ભરીને સહેલગાહ માણી હતી જ્યારે વલસાડના ઉમરગામમાં ૧ ઇંચ, કપરાડામાં ૭ મી.મી, ધરમપુર ૪ મી.મી, પારડી ૮ મી.મી, વલસાડ ૫ મી.મી, વાપી ૯ મી.મી, વરસાદ વરસ્યો છે સુરત અને નવસારી જિલ્લામાં આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો છવાયા છે છતાં મેઘરાજા મહેર કરી રહ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા રાઉન્ડમાં વરસાદની સાથે ખુશીથી સારા વખત અને સારા ધાન્ય પાકો થશે એવી આશાઓ સાથે મોંઘાદાટ બિયારણો વાંપરી વાવણી તો કરી નાખી પણ હવે કેટલાક તાલુકામાં મેઘરાજા વરસ્યા બાદ ગાયબ થઇ ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500