બેટ દ્વારકામાં છેલ્લા બે દિવસથી મેગા ડીમોલેશનની કામગિરી કરવામાં આવી રહી છે. ગઈકાલની જેમ આજે પણ અધિકારીઓ સ્ટેન્ડ ટુ છે. મળતી વિગતો અનુસાર 3 દિવસ સુધી સ્ટેન્ડ ટુ રાખવા માટે અધિકારીઓને આદેશ અપાયા છે. ત્યારે આજે પણ ડિમોલેશનની કામગિરી ચાલશે. પોલીસની મેગા ડ્રાઈવમાં અધિકારીઓ પણ સાથે રહેશે. આજે બોટ ફેરીઓ બંધ રાખવામાં આવી છે. પોલીસનો મોટો કાફલો બેટ દ્વારકામાં હાજર રહેશે.
24 વર્ષ બાદ દ્વારકાના બેટ વિસ્તારમાં ડીમોલેશનની કામગિરી કરવામાં આવી રહી છે. મેગા ડીમોલેશનના કારણે યાત્રિકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. ગઈકાલે ડીમોલેશન કામગિરીમાં 25થી વધુ ઈમારતો તોડી પાડવામાં આવી હતી. અત્યારે બેટ દ્વારકામાં તમામ બજારો બંધ જોવા મળી રહી છે. દરીયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા અને તેને વધારવા માટે તેના ભાગરુપે કામગિરી થઈ રહી હોય તેમ માહિતી મળી રહી છે. જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ ઉભું કરાયું છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર વિસ્તારમાં રહેતા આશ્રય અમુક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને આપી શકાય છે. ત્યારે બની શકે છે કે,આ હેતુથી પણ કાર્યવાહી કરવામાં આવી હોય.
યાત્રાધામ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
યાત્રાધામ બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં મળતી વિગતો અનુસાર 30 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓ અને એસઆરપીના જવાનોને સાથે રાખી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે મળતી વિગતો અનુસાર બેટ દ્વારકામાંથી 10 જેટલા શકમંદોને પોલીસે પૂછપરછ માટે ડીટેઈન કર્યા છે. આ કામગિરી અંતર્ગત આજે પણ સઘન રીતે ડીમોલેશન કરવામાં આવશે. ત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં ચલાવવામાં આવે તે પ્રકારનો આ સંકેત પણ છે. ત્યારે મોટી સંખ્યા સુરક્ષા સાથે અધિકારીઓ દ્વારા આ કામગિરી કરાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500