નવસારી જિલ્લા વહિવટીતંત્ર પ્રેરિત આર્ટ ઓફ લિવીંગ પરિવાર દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ શ્રી રામજીમંદિર, દુધિયા તળાવ ખાતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ કેરસી દેબુ પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.
તેમજ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો આવી રકતદાન કરે તેમ જણાવી, મિત્ર વર્તુળ, સગાસબંધીઓને કેમ્પ વિશે જાણકારી આપી બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે કલેકટરએ નવા રકતદાતાઓને અવકાર્યા હતાં અને કાયમી રકતદાન કરનાર દાતાઓને બિરદાવ્યા હતાં. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેકટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પ્રાથમિક શિક્ષણાધિકારી પણ રકતદાન કર્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500