તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના નેજા હેઠળ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે એક્ઝિક્યુટિવ કમિટી, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ કમિટી, અને આશા એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. જેમા ડીડીઓશ્રી વી.એન. શાહે આરોગ્ય લક્ષી કામગીરી સુધારા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રચનાત્મ સૂચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા માતા આરોગ્ય, બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, નુટ્રીશન, અર્બન હેલ્થ, લેપ્રસી, ક્ષય રોગ, મલેરીયા, ડેન્ગ્યુની પરિસ્થિતિ વિગેરે બાબતોની મુદ્દવાર ચર્ચા કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500