ઘરેલુ સોશિયલ ઇકોમર્સ કંપની મીશોએ પોતાના કર્મચારીઓને ઝટકો આપ્યો છે. મીશોએ કથિત રીતે ભારતમાં પોતાના કરિયાણાના કારોબારને બંધ કર્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સુપરસ્ટોર નામની આ સેવાને ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં બંધ કરવામાં આવી છે, જેને કારણે મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીના આ નિર્ણયથી અંદાજે 300 મીશો કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.કંપનીએ કોઇ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યુંજો કે કંપનીએ અત્યારસુધી કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જણાવી દઇએ કે ગત એપ્રિલમાં મીશોએ Farmiso ને Superstoreના નામથી રીબ્રાંડ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ટાયર 2 માર્કેટમાં રોજીંદા વપરાશની વસ્તુઓની ગ્રાહકોની માંગને પૂરી કરવાનો હતો.
એપ્રિલમાં કંપનીએ 150થી વધુ કર્મચારીઓની છટણી કરીએપ્રિલ મહિનામાં કંપનીએ 150થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. જેમાંથી મોટા ભાગના Farmiso માંથી હતા, કારણ તેનો ઉદ્દેશ્ય કંપનીના પોતાના કરિયાણા બિઝનેસને મુખ્ય પ્લેટફોર્મ સાથે એકીકૃત કરવાનો હતો. અગાઉ કંપનીએ કોરોના મહામારીની પહેલી લહેર દરમિયાન પણ 200થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી.6 રાજ્યમાં મીશોના સુપરસ્ટોર સક્રિય હતામીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટા ભાગના શહેરોમાં કંપનીએ ઓછી રેવેન્યુ તેમજ વધુ ખર્ચને ધ્યાનમાં રાખીને કરિયાણા કારોબારને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે અત્યાર સુધી દેશના છ રાજ્યો - કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્ટોર્સ ચાલુ હતા.
રિપોર્ટ અનુસાર નોકરીમાંથી છટણી કરાયેલા કર્મચારીઓને બે મહિનાનો એડવાન્સ સેલેરી આપીને છટણી કરાઇ છે.મીશોએ 10 કરોડ ટ્રાન્ઝેક્શન યૂઝર્સનું લક્ષ્ય હાંસલ કર્યુંમીશો હાલમાં જ 10 કરોડ યૂઝર્સ ટ્રાન્ઝેક્શનના લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ રહ્યું છે. કેટલાક સમય પહેલા કંપનીએ દાવો કર્યો હતો કે 2021 બાદ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરનારા યૂઝર્સની સંખ્યામાં 5.5 ટકાની વૃદ્વિ થઇ છે, તે ઉપરાંત કંપનીનું વિસ્તરણ પણ 72 મિલિયન આસપાસ થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500