નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુકત ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં ખાસ કરીને નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તાર ઝવેરી સડક, કાશીવાડી, ભેંસતખાડા,ગોલવાડ થી ફુવારા, સરકિટ હાઉસ, લાયબ્રેરી રોડ, પીજી ગાર્ડન થી ગ્રીડ રોડ, કાલિયાવાડી રોડ, રામજીખત્રી થી પારસી હોસ્પિટલ, નગરપાલિકાથી ચાંદનીચોક જેવા વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી હતી. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓ (મેલેથોન અને લાઇટ ડસ્ટ)નો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અંદાજીત આઠ હજાર કિલો જેટલી દવાઓનો વપરાશ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500