નવી દિલ્હી : નેશનલ હાઈવેના કિનારે બનેલા ઢાબા પર હવે તમને જલદી ભોજનની સાથે સાથે પેટ્રોલ પંપની સુવિધા પણ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ માટે પોતાના મંત્રાલયના અધિકારીઓને કામ કરવા કહ્યું છે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે તેમણે પોતાના મંત્રાલયના અધિકારીઓને નાના ઢાબા માલિકોને નેશનલ હાઈવેના કિનારે પેટ્રોલ પંપ અને શૌચાલય બનાવવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર કામ કરવા કહ્યું છે.
એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, સરકારી અધિકારીઓએ ઝડપથી નિર્ણય લેવા જોઈએ કારણ કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે અનેક પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું છે. ગડકરીએ જણાવ્યું કે, તેમને કોઈએ મેસેજ મોકલીને કહ્યું કે તેઓ મુસાફરી કરી રહ્યા છે અને રસ્તાના 200-300 કિમીના દાયરામાં તેમને એક પણ શૌચાલય મળ્યું નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેમના મંત્રાલય દ્વારા સતત રાખવામાં આવી રહેલી પ્રગતિ પર બાજ નજરના કારણે રસ્તાઓના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં ખુબ ઝડપ આવી છે. તેમણે જણાવ્યું કે રસ્તાઓના નિર્માણ માટે થતી જમીન સંપાદન માટે તેમણે વળતરની રકમ પણ વધારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500