Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં મેયર, મ્યુ.કમિશનર, વિદ્યાર્થીઓ શિક્ષકો સુરતથી વર્ચ્યુઅલી જોડાયા

  • September 24, 2023 

ખેલ મહાકુંભનાં દ્રિતિય સંસ્કરણના રજીસ્ટ્રેશન માટેનો કર્ટેન રેઈઝર કાર્યક્રમ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના પદાધિકારી-અધિકારીઓ, સ્પોર્ટસ સેલના કર્મચારીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન શાળાઓના વિદ્યાર્થીઓ-શિક્ષકો પણ વિવિધ સ્થળો તેમજ શાળાઓમાંથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ રસપૂર્વક માણ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ-૨૦૩૬ના ઓલિમ્પિક ગેઈમ્સ માટે ભારતની દાવેદારીને ધ્યાને લઈ રાજ્યના રમતવીરોને પણ ખેલ મહાકુંભ થકી તૈયારી કરવા માટે અપીલ કરી હતી. રમત-ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગજનો માટે ખાસ આયોજન, નવી રમતોનો સમાવેશ, એક કરતા વધુ રમતોમાં ભાગ લેવા માટેની તકો અને પ્રોત્સાહક ઈનામોની જાહેરાત કરી હતી. સુરત મહાનગરપાલિકા પદાધિકારી-અધિકારીઓએ પણ સુરત શહેરના વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે ભારપૂર્વક અપીલ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application