Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૌ સુખી થાવ, સૌ રોગ મુક્ત રહે, સૌ મંગલમય ઘટનાઓના સાક્ષી બને અને કોઇ પણને દુ:ખ ના ભાગીદાર ન બનવું પડે.. આવા જ મૂળ મંત્ર સાથે જોડાયેલું છે આયુષ

  • July 26, 2023 

નવસારી આયુષ વિભાગ અને તેની આરોગ્ય સેવાઓ..... ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत्। (ખાસ લેખ ) સૌ સુખી થાવ, સૌ રોગ મુક્ત રહે, સૌ મંગલમય ઘટનાઓના સાક્ષી બને અને કોઇ પણને દુ:ખ ના ભાગીદાર ન બનવું પડે.. આવા જ મૂળ મંત્ર સાથે જોડાયેલું છે આયુષ... વ્યાખ્યાની દ્રષ્ટિએ આયુષ એટલે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી. તે આયુષ વિભાગનો ઉલ્લેખ કરે છે. અગાઉ તે ભારતીય તબીબી અને હોમિયોપેથી પધ્ધતિની કચેરી (ISM&H) તરીકે ઓળખાતું હતું. જે આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીમાં શિક્ષણ અને સંશોધનના વિકાસ પર વધુ ભાર આપે છે.



ગુજરાત રાજ્યની સ્થાપના બાદ આયુર્વેદ વિભાગની શરૂઆત વર્ષ ૧૯૬૦ના મે મહિનાથી કરવામાં આવી. વર્ષ ૧૯૭૯ મા તેનુ નામ નિયામક, ભારતીય ચિકીત્સા પધ્ધતી એમ કરવામાં આવ્યુ, જે પાછળ થી નિયામક, ભારતીય તબીબી અને હોમિયોપેથી પધ્ધતીની કચેરીના નામથી ઓળખાયુ. આ કચેરી વર્ષ ૧૯૮૩માં ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે શરૂ થઇ. ૧૯ એપ્રિલ ૨૦૧૮થી નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિની કચેરી આયુષ વિભાગ નામથી કાર્યરત છે. બીજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ જે નવા પાંચ જિલ્લા આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, અને પોરબંદર બનાવવામાં આવ્યા ત્યારે નવસારી જિલ્લો વલસાડ જિલ્લામાંથી અલગ થઈ સ્વતંત્ર જિલ્લો તરીકે અસ્તિત્વમાં આવ્યો અને નવસારી જિલ્લામાં આયુષ વિભાગનો આરંભ થયો.



હાલમાં, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વહિવટી પાંખમા આવતી નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના નિયંત્રણ હેઠળ અને જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી નવસારી જીલ્લામાં જિલ્લા પંચાયત ભવન ખાતે કાર્યરત છે. આયુષ વિભાગ દ્વારા દરેક પ્રકારની આયુર્વેદ, હોમીયોપેથી તેમજ આરોગ્યને લગતી પ્રવૃતીઓ જેવી કે લોકોની આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધતીથી નિદાન અને સારવાર, આર્થિક, વહિવટી નિયંત્રણ તેમજ આરોગ્યલક્ષી સેવાઓ, ઔષધીય વૃક્ષારોપણ અને આયુષના પ્રચાર પ્રસાર અર્થે કાર્યો કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ આરોગ્યની પરિભાષા એટલે શારિરીકની સાથે સાથે માનસિક, આધ્યાત્મીક અને સામાજીક આરોગ્યની સમ્પૂર્ણતા. આ જ પરિભાષા વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ આપવામાં આવેલ છે.



ચિકીત્સા સાથે સંકળાયેલ કોઇ પણ વિજ્ઞાન મુખ્યત્વે લોકોને સારૂ આરોગ્ય પ્રદાન કરીને તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે સંકળાયેલ હોય છે. હોમિયોપેથી એક મેડિકલ સિસ્ટમ છે. જે જર્મનીના ડો.સેમ્યુયલ હનીમેન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. હોમિયોપેથી એ બે શબ્દના મિશ્રણથી બને છે. હોમિયો એટ્લે સમાન અને પેથી એટ્લે પધ્ધતી. હોમિયોપેથી એ ઈલાજકીય (curative) દાક્તરી સારવાર છે. આયુષ પધ્ધતિ ખુબ સારૂ કાર્ય ગ્રામ્ય સ્તરે લોકોના સ્વાસ્થ્યને જાળવવાનુ કરે છે. ઘણા લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે આ પધ્ધતીઓ પર આધાર રાખે છે. આવી જ રીતે, યોગ મૂળ સંસ્કૃત શબ્દ યુજ પરથી આવેલ છે, જેનો અર્થ જોડવુ અથવા નિયંત્રણ મેળવવું, એટ્લે આત્માનુ પરમાત્મા સાથેનુ જોડાણ એટ્લે યોગ. યોગ મન અને આત્માના વિકારોને દુર કરે છે. યોગ એ વિજ્ઞાન છે, જે શરીરના મન અને આત્માના પાસાઓને જાગૃત કરવાની તક આપે છે. તે વ્યક્તિને ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આધ્યાત્મિક અસ્તિત્વ તરીકે જોવાનો એક માર્ગ છે.




આયુષ શાખા-નવસારી દ્વારા કરવામાં આવતી કામગીરીઓ...

o ઓપીડી લેવલે દર્દીઓની આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધ્તીથી તપાસ અને સારવાર o ઓપીડી લેવલે પંચકર્મ સારવાર

o વિવિધ સાંધાના રોગ, વાત વ્યાધી, આમવાત, સંધિવા, કટીશૂલ, પક્ષાઘાત તેમજ અન્ય રોગોમા દર્દીની પ્રકૃતિ અનુસાર જે દવાખાનામાં પંચકર્મ ના સાધનો છે ત્યાં પંચકર્મ (અભ્યંગ, સ્વેદન (માલિશ,શેક,) શિરોધારા (કપાળ પર રોગ અનુસાર ધારા કરવી), નસ્ય કર્મ કરવામા આવે છે

o સાંધાના રોગોમાં ત્વરિત સારવાર મળી રહે તેવી અગ્નિકર્મ સારવાર ઓપીડી લેવલે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવે છે.

o ૬૦ વર્ષ થી વધુ ઉમરના વડીલો માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો તેમજ રોગો સામે રક્ષણ મળી રહે તે હેતુ થી જરા ચિકીત્સા કરવામાં આવે છે.

o પ્રકૃતિ પરિક્ષણ કરીને દૈનિક જીવનશૈલીમાં પરિવર્તન, અને આહાર વિહાર અંગે સમજાવવામાં આવે છે

o દર માસે પુષ્ય નક્ષત્રમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે તેમની શારીરીક અને બૌધ્ધિક વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવે છે.

o રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા / ટેબ. વિતરણ o ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પ્રજાજનોની સુખાકારી માટે સર્વ રોગ નિદાન – સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેથી પ્રજાજનો ને આયુષ ચિકિત્સાનો લાભ મળી રહે

o ઘર આંગણાની ઔષધિય વનસ્પતિઓ જેવી કે તુલસી, અરડૂસી, કૂવારપાઠું ,બ્રામ્હી જેવી અનેક વનસ્પતિઓની ઓળખ અને તેના ઉપયોગ વિશે પ્રજાજનોને માહિતગાર કરવામાં આવે છે. અને ઔષધીય રોપાઓનું વિતરણ કરી તેના ઉપયોગો વિશે સમજાવવામાં આવે છે

o આંગણવાડીમા આવતા બાળકોની સ્વાસ્થ્યની આરોગ્ય તપાસ અને યોગ્ય સલાહ સૂચન આપવામાં આવે છે. જેથી બાળકોના સ્વાસ્થ્યમાં અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય.

o યોગ નિષ્ણાત દ્વારા દૈનિક ધોરણે આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે યોગ નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવે છે. પુરુષ અને સ્ત્રી યોગ ઇંસ્ટ્રક્ટર દ્વારા અલગ-અલગ જગ્યાએ યોગ સેશન લેવામાં આવે છે.




નવસારી જિલ્લામાં ૨ આયુર્વેદ હોસ્પિટલ, ૨૦ આયુર્વેદ દવાખાના અને ૭ હોમીયોપેથી દવાખાના કાર્યરત છે. હોસ્પિટલ અને તમામ દવાખાનામા મેડિકલ ઓફિસર પોતાની સેવા નિષ્ઠાપૂર્વક આપે છે. દરેક દવાખાનામા નિષ્ણાત આયુર્વેદ અને હોમિયોપેથી તબીબો દ્વારા નિ:શુલ્ક્ સારવાર આપવામા આવે છે. આયુર્વેદ દવાખાના તાલુકા મુજબ - નવસારી-૩ જલાલપોર- ૨ ગણદેવી- ૨ ચીખલી- ૬ ખેરગામ – ૧ વાંસદા-૬ હોમિયોપેથી દવાખાના તાલુકા મુજબ - નવસારી- ૨ જલાલપોર- ૨ ગણદેવી-૧ ચીખલી-૧ ખેરગામ -૦ વાંસદા-૧ આયુષ ચિકિત્સાનો લાભ મહત્તમ લોકો સુધી પહોચે અને લોકોની સુખાકારીમાં અભીવૃદ્ધે થાય એ જ ઉદ્દેશ સાથે આયુષ વિભાગ કાર્યરત રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application