હવાઇટાપુ પરનો મૌન લોઆ જવાળામુખી 40 વર્ષ પછી ફરી ફાટી નિકળ્યો છે. મૌન લોઆ 1984માં તેની ચરમસીમાએ હતો એ પછી શાંત થઇ ગયો હતો. ઇસ 1846માં જવાળામુખીના ડેટા ગણતરી મુજબ અત્યાર સુધી 34 વાર વિસ્ફોટ થયો છે. ગત સપ્ટેમ્બર 2021માં જવાળામુખીનું મોં ખુલ્યું ત્યારથી સક્રિય હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પ્રક્રોપની તિવ્રતા ખૂબ વધી ગઇ છે. વિપૂલ પ્રમાણમાં સલ્ફર ડાયોકસાઇડ સહિતના ગેસ પેટાળમાંથી બહાર નિકળી રહયા છે. ગેસ, વરાળ, ઓકસીજન અને ધૂળ સાથે લાવા ભળીને સ્મોગ પેદા કરે છે. હવાઇ ટાપુ પર રહેતા લોકોને આરોગ્ય અધિકારીઓએ બહાર નિકળીને કસરત કે દોડ જેવી પ્રવૃતિ કરવા અંગે ચેતવણી આપી છે કારણ કે, તેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે
જવાળામુખીનો જયાં વિસ્ફોટ થયો છે તે વિસ્તારમાં ગ્રામીણ લોકો પશુપાલન કરે છે. કેટલાક કોફીના ફાર્મ પણ ધરાવે છે. હેલો નામનું એક નાનું ટાઉન પણ આવેલું છે જયાં 45 હજાર લોકો રહે છે. મૌન લોઆ જવાળામુખી સક્રિય થવાથી આવી રહેલા ન્યૂયરમાં પ્રવાસીઓએ ટાપુ પર જવામાં જોખમ ઉભું થયું છે. મૌના લોઆ દુનિયાનાં 5 મોટા જવાળામુખી માંનો એક છે જે હવાઇ ટાપુઓથી દક્ષિણ દિશામાં છે. આ જવાળામુખી વિશ્વનો સૌથી વિશાળ છે જે દ્વીપની જમીનનો અડધો ભાગ રોકે છે. આ ટાપુ કિલેવેયા જવાળામુખીની ઉત્તરમાં છે. કિલોવેયા જવાળામુખી ખૂબજ જાણીતું નામ છે. 2018માં તેનો વિસ્ફોટ થતા 700થી વધુ પરીવારોના ઘર તબાહ થયા હતા. લાવાનો નદી જેવો પ્રવાહ ખેતરો અને સમુદ્રના પાણી સુધી પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application