ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા જેલમાં લાવવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે મોડાસા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, ત્યારે ચુસ્ત વ્યવસ્થા વચ્ચે તેને ગત રાત્રિએ વડોદરા સેન્ટ્ર્લ જેલમાં લાવવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને પાસાની સજા થઇ છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગત રાત્રે મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. બીજી તરફ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર મૌલાનાના સમર્થકો જોવા મળ્યા હતા.
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જુનાગઢ, કચ્છ અને ત્યારબાદ મોડાસામાં પણ ગુનો નોંધાયો હતો. ત્યારે મોડાસા કેસમાં મૌલાના મુફ્તીને જામીન મળ્યા હતા. પરંતુ જૂનાગઢ પોલીસે મૌલાના મુફ્તી અઝહરીની પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યો છે. મોડાસા સેશન કોર્ટે મૌલાનાને શરતી જામીન આપ્યા છે. જામીન આપતા કોર્ટે શરતો પણ મૂકી હતી, જેમાં સાક્ષીઓને ડરાવવા ધમકાવવા નહીં, તેમજ પાસપોર્ટ હોય તો જમા કરાવવા આદેશ પણ આપવામાં આવ્યો હતો. તો મૌલાના સલમાન અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. જામીન મળતાં જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી. બચાવ પક્ષના વકીલો દ્વારા ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આગામી દિવસમાં હાઇકોર્ટમાં જવાની વાત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500