રાજય ચુંટણી આયોગ, ગાંઘીનગર દ્વારા આગામી તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલીકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી ૫ડેલ બેઠકોની પેટા ચુંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય ચુંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા સંબંઘે આપેલ સુચનાનુસાર રાજય ચુંટણી આયોગના આદેશ મુજબ શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા મુજબ ચુંટણી સમયે રાજકીય ૫ક્ષો કે ઉમેદવારોએ, કાર્યકરોએ, સમર્થકોએ ધ્વજ, આધાર દંડ, બેનર, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, દિવાલ, હાઇ વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં આવેલ દિશા સૂચક સાઇન બોર્ડ, હાઇવે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસેનાં ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન ૫રનાં પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો ૫રવાનગી સિવાય ઉ૫યોગ નહિ કરવા કે, માલ-મિલ્કતનો બગાડ નહી કરવા સુચના આ૫વામાં આવેલ છે.
ડાંગ જિલ્લામા પણ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી થાય તેમજ ચુંટણી પ્રક્રીયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવા આવશ્યક જણાય છે.
જે ઘ્યાને લેતા ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લાના તમામ વિસ્તાર માટે રાજકીય ૫ક્ષો કે ઉમેદવારોએ, કાર્યકરોએ, સમર્થકોએ ધ્વજ, આધાર દંડ, બેનર, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, દિવાલ, હાઇવે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં આવેલ દિશા સૂચક સાઇન બોર્ડ, હાઇવે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસેનાં ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન ૫રના પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો ૫રવાનગી સિવાયઉ૫યોગ નહિ કરવા કે, માલ-મિલ્કતનો બગાડ નહી કરવા ફરમાવાયુ છે.
ઉ૫રોકત હુકમનો ભંગ કર્યેથી ઇન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે ૫ગલાં લેવા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉ૫રાંત ભારતીય દંડ સંહિતાની કલમ-૪૨૫,૪૨૬,૪૨૭,૪૩૩ વગેરે હેઠળ અને ફોજદારી કાર્યરીતી અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૩૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે. આ હુકમ તા.૦૬/૦૨/૨૦૨૧ ના કલાક ૦૦.૦૦ થી તા.૦૬/૦૩/૨૦૨૧ના કલાક ૨૪.૦૦ સુધી ડાંગ જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500