ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ઘટના બની છે. અહીંના ભોપુલા વિસ્તારમાં લાલ ગેટ પાસે ફર્નીચર માર્કેટની એક દુકાનમાં ભીષણ આગ લાગી છે. ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ પહોંચી ગઈ છે. મળતા અહેવાલો મુજબ, વહેલી સવારે સાહિબાબાદ ફાયર સ્ટેશનને સૂચના મળી હતી કે, માર્કેટની એક દુકાનમાં ભીષણ આગ લાગી છે, ત્યારબાદ ફાયર વિભાગની 11 ગાડીઓ પહોંચી ગઈ છે.
અહીં ચોકડી પાસે ભંગારના ગોડાઈનમાં અને લાકડીઓની દુકાનમાં આગ લાગી છે. આગ એટલી ભયાનક છએ કે, ગાઝિયાબાદથી ફાયર વિભાગની 9 અને ગૌતમબુદ્ધનગરમાંથી બે ગાડીઓ બોલાવવી પડી છે. સીએફઓ ગાઝિયાબાદ રાહુલ પાલે કહ્યું કે, માર્કેટમાં લાકડી અને ભંગારનું ગોડાઉન હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી. અમે ચારેકોર પાઈપથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને હાલ આગની કૂલિંગનું કામ ચાલી રહ્યું છે. અનેક કલાકો સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબુ મેળવાયો છે. હાલ આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો છે. આગ લાગવાના કારણો હજુ સામે આવ્યા નથી, તેથી હાલ તપાસ ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500