Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લગતા હોસ્પિટલમાં અફરાતફરી મચી

  • August 07, 2023 

દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયર બ્રિગેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગનાં અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પિટલમાં અફરા તફરી મચી ગઈ હતી. અહેવાલ અનુસાર, એઈમ્સનાં ઈમરજન્સી વૉર્ડની નજીકમાં આવેલા એન્ડોસ્કોપી રૂમમાં આ આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે ઈમરજન્સી વૉર્ડ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ફાયર બ્રિગેડનાં જવાનોએ યુદ્ધનાં ધોરણે દર્દીઓને સુરક્ષિત રીતે બચાવવા માટે ઝડપી કામગીરી શરૂ કરી હતી. માહિતી અનુસાર તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિનાં અહેવાલ મળી રહ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application