Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલનાડુની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી સાત લોકોનાં મોત

  • December 13, 2024 

તમિલનાડુનાં ડિંડીગુલમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી સાત લોકોના મોત થયા જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ પણ સામેલ છે. આ દુર્ઘટના ગુરુવારે મોડી રાત્રે સર્જાઈ હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ હતી અને આખી ઈમારતને લપેટમાં લઈ લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતો મૃત્યુ પામી ગયા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application