Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ફર્નિચરના વેપાર સાથે જોડાયેલા સોલંકી પરિવારના સાત સભ્યોનો સામૂહિક આપઘાત,એક સ્યુસાઈડ નોટ મળી

  • October 29, 2023 

મનીષ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતો. જોકે તેની અંદરમાં ૩૫થી વધુ કારીગરો કામ કરતા હતો. એટલુ નહી પણ તે  સગા - સંબંધીઓ અને મિત્ર વર્તુળને જાણ થતાં તેઓ પહેલા તો આ ઘટના પર વિશ્વાસ કરવા માટે જ તૈયાર થયા ન હતા. જયારે તેનો હસમુખો સ્વભાવ ધરાવતાં મનીષે અને તેમના પરિવારના સભ્યો આ પગલુ ભરતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ પણ ડઘાઈ ગયા હતા. જયારે તે જરૃરીયાતમંદ લોકો કે તેને કામ મળતુ  નહી હોય. તેને પણ મદદરૃપ થયો હતો.



મનીષે  સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે હુ મારા દિવસો કેમ પસાર કરતો હતો મારુ મન જાણે છે. મારા ગયા પછી મારા બાળકો અને મારા મમ્મી-પપ્પા કેવુ જીવન જીવશે અને તેઓ મારા વગર રહી શકે તેમ નથી, તે ચિંતા કોરી ખાઇ છે. આ પગલુ ભરવા રાછળ કોઇ અંગત વ્યકિત કે કારણો જવાબદાર હોઇ શકે. પણ તેઓના નામ લેવા માંગતો નથી. જીવતા હેરાન નથી કર્યા તો મર્યા પછી કોઇને હેરાન કરવા માંગતો નથી. પરપિકાર - ભરમનસાઇ અને દયાળુ સ્વભાવ મને હેરાન કરી ગયો. રૃપિયા લીધા પછી કોઇ પાછા આપતુ નથી. ઉપકારનો બદલો કોઇ પાછુ આપતુ નથી. મારી જીદગીંમાં ધણાને મદદ કરી છે.



મારા બાળકો અને મમ્મી-પપ્પાની ચિંતા સતત મને મારી નાખતી રીટાબેન તારુ ધ્યાન રાખજે ધનશ્યમવાળ મુન્નાભાઇ બાળાભાઇ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જણતા અજાણતા આજીવનમાં કોઇ ભુલચુક થઇ હોય તો માફ કરજો. અમારી મતિના કારણ જવાબદાર વ્યકિતઓના નામ લખવા નથી. અને કુદરત જરૃર થી પરચો આપશે ને કહી સુખી નહી થઇ શકે કોઇ ના પણ નામ લખવામાં અમનો અંકારા થસે અને કુદરત જ જાણે છે. જીવતા પણ કોઇને હારાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઇને હેરાન નહી કરીએ,



અડાજણ પોલીસ દ્રારા ત્રણ શબવાહીમાં સોલંકી પરિવારના સભ્યોના મૃતદેહ આજે બપોરે નવી સિવિલ ખાતે લાવ્યા હતા. તે સમયે પોસ્ટમોર્ટમ કરવા માટે જરૃરી કાગળ તૈયાર કરવા વધુ પોલીસકર્મી ન હતો. અને લાપરવાહી દાખવી હતી. જોકે ત્યાં ડી સ્ટાફ સહિત પોલીસજવાનો સિવિલ ખાતે સાંજ સુધી હાજર હતા. જોકે પી.એમ કરવાના જરૃરી કાગળો તૈયાર કરવા વધુ સમય થયો હોવોથી તેમના પરિવાર, સંબંધી સહિતના લોકો મોડી સાંજ સુધી અંતિમ ક્રિયા માટે રાહ જોવાનો વારો આવ્યો હતો.



લુહાણા સુથાર જ્ઞાાતિ સમાજના એક પરિવારના સભ્યોના મોતના લીધે તેમને તેમના સમાજના લોકો તથા મિત્ર, સંબંધી મોડી રાતે સુધી હાજર રહ્યા હતા. એટલુ નહી પણ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડીગ ચેરમેન રાજન પટેલ સવારે તેમના ઘરે ગયા બાદ નવી સિવિલ ખાતે મોડી સાંજ હાજર રહ્યા હતા. જયારે રાજને તેમના પરિવારના સાંત્વના અને સહાનુભુટી આપી હતી. અને તેમને જરૃરી વ્યવસ્થા કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application