મહારાષ્ટ્રનાં સાંગલીમાં એક ભારે હેરાન કરી મૂકનાર ઘટના સામે આવતાં પંથકમ તેમજ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી જેમાં એકસાથે 9 લોકોએ આપઘાત કર્યો હોય તેવી કદાચ પહેલી આ ઘટના બની હશે. આ ઘટનાથી વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી.
આ ઘટનામાં સાંગલીમાં ઘટી છે અને જ્યાં એક પરિવારના તમામ નવ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આ ઘટનાને સામૂહિક આત્મહત્યા કહી છે. જોકે પરિવારનાં તમામ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની પોલીસને આશંકા છે.
સામુહિક આપઘાતની ઘટનાએ લઈ સમગ્ર તાલુકાને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનાની તપાસ પોલીસ હાલ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હતો. દેવું વધી જતા પરિવારને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનાને લઇને સાંગલીનાં પોલીસ અધિક્ષક દીક્ષિત ગેદામે કહ્યું કે, ત્રણ શવ એક સ્થાન પર મળ્યા હતા, જ્યારે 6 ઘરમાં જુદી જુદી જગ્યાએ પડ્યા હતા. આ કેસને લઇને પોલીસનું કહેવુ છે કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ બહાર આવી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500