Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનાં ધારાસભ્યના અધ્યક્ષતામાં દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી,મારો દેશ” અભિયાનની ઉજવણી કરાઈ

  • August 12, 2023 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર નવસારી અને દાંડી ગ્રામ પંચાયતના સયુંકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ આજે નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો. જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું કે, "મારી માટી- મારો દેશ" અભિયાનનો મુખ્ય ઉદેશ, માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરવાનો છે. દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ નવસારીના કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે. ત્યારે યશસ્વી વડાપ્રધાનશ્રી દ્વારા પ્રારંભ થયેલ મારી માટી, મારો દેશ અભિયાન થકી વીર શહીદોને સન્માન કરવામાં આવે.



આપણે સૌ આજે આઝાદ દેશમાં સ્વાભિમાન સાથે જીવી રહ્યા છે ત્યારે મારી માટી મારા દેશ અભિયાનમાં સહભાગી બની યોગદાન આપવા ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પ્રસંગોચિત્ત વક્તવ્ય આપી પંચ પ્રણ પ્રતિજ્ઞાની વિસ્તૃત સમજણ આપી હતી ."મારી માટી- મારો દેશ" અભિયાનમાં નવસારી જિલ્લામાંથી વધુમાં વધુ લોકો જન અભિયાનમાં જોડાઈ મુઠીમાં માટી લઈ પોતાની સેલ્ફી પાડી પોર્ટલ પર અપલોડ કરવા પોતનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી. કાર્યક્રમના અંતે ગામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application