જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં મરાઠા આરક્ષણ માટે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે બુધવારે સવારે અચાનક બીમાર થઈ ગયા હતા. આ કારણોસર જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક તબીબોની ટીમને સ્થળ પર મોકલી અને જરાંગને પ્રાથમિક સારવાર અપાવી. જરાંગેને સલાઈન આપવામાં આવી રહી છે. મનોજ જરાંગેના અનશનનો આજે નવમો દિવસ છે.
ડૉક્ટરોની ટીમે મનોજ જરાંગેને હોસ્પિટલમાં દાખલ કરવાની ઑફર કરી હતી, જેને જરાંગે ફગાવી દીધી હતી. તબીબોના જણાવ્યા અનુસાર ગળામાં ઈન્ફેક્શન અને શરીરમાં શક્તિના અભાવને કારણે જરાંગે બરાબર બોલી શકતા નથી. મનોજ જરાંગે મીડિયાને જણાવ્યું હતું કે સરકાર કુણબી જાતિના પ્રમાણપત્ર માટેનો આદેશ આપવામાં બિનજરૂરી વિલંબ કરી રહી છે.
સરકારી પ્રતિનિધિ મંડળ મંગળવારે મનોજ જરાંગેને મળ્યું હતું અને કુણબી જાતિના પ્રમાણપત્ર માટે સરકારી આદેશ જારી કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ મનોજ જરાંગે સરકારી પ્રતિનિધિમંડળને માત્ર ચાર દિવસનો સમય આપ્યો છે તેમ જ મનોજ જરાંગેએ પણ ભૂખ હડતાળ ચાલુ રાખી છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં મરાઠા આરક્ષણ પર ચર્ચા થવાની શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500