મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠા અનામત આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે ભૂખ હડતાળનું એલાન કરી દીધુ છે. મનોજ જરાંગેએ જાલનામાં ભૂખ હડતાળ શરૂ કરવાનું એલાન કર્યું છે. મીડિયા સાથે વાતચીત કરતા જરાંગે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે આશ્વાસન આપ્યું તેના 40 દિવસ થઈ ગયા છે, પરંતુ મરાઠા આંદોલન મુદ્દે કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળી રહ્યો. એટલા માટે હું ફરીથી ભૂથ હડતાળ શરૂ કરવા જઈ રહ્યો છું. જરાંગેએ સરકારને ચેતવણી આપી છે કે, જ્યાં સુધી અનામત નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના મૃત્યુ સુધી હડતાળ પર રહેશે.
મનોજ જરાંગેએ મહારાષ્ટ્રનાં CM એકનાથ શિંદેના શબ્દોનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, દશેરાની સભામાં મુખ્યમંત્રીએ શિવ રાયની પ્રતિમા સામે જ શપથ લીધા હતા તેના પર અમને વિશ્વાસ છે પરંતુ હવે અમે પાછળ હટીશું નહીં. મનોજ જરાંગેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરીબો પર દયા આવે છે પરંતુ હવે મને શંકા છે. અંદોરો અંદર કંઈક રંધાઈ રહ્યું છે. નહીંતર સીએમ શિંદેએ છત્રપતિ શિવાજીના શપત ન લીધા હોત. મનોજે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી માત્ર એક ફોન કરી દે તો પણ અનામત મળી જશે.
પરંતુ તે માત્ર કાગળોમાં ફરી રહ્યું છે. તે પણ કસમ ખાઈ છે અને હું પણ કસમ ખાઉં છું. બસ વડાપ્રધાન મોદી બંને ડેપ્યુટી સીએમ અને સીએમને એક ફોન કરી દો. અનામતનું કાગળ તાત્કાલિક આવી જશે. પરંતુ તેમની પાસે ગરીબો પર ધ્યાન આપવાનો સમય નથી. મનોજ જરાંગે કહ્યું કે, મરાઠા સમુદાયને OBCથી અનામત આપવું જોઈએ. આ વચ્ચે રાજ્ય સરકારને આપવામાં આવેલું 40 દિવસનું અલ્ટીમેટમ આજે પૂરુ થયુ છે. આ આંદોલનમાં જિલ્લા સ્તરે ક્રમશ: અનશન કરવામાં આવશે. તેમજ નેતાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500