Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

RBIએ જૂની પેન્શન સ્કીમ અંગે આપ્યું મોટું નિવેદન : દેશમાં અનેક રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પ્લાનિંગ

  • January 18, 2023 

દેશમાં અનેક રાજ્ય સરકારો જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. અમુકે તો તેને લાગુ ૫ણ કરી દીધી છે ૫ણ હવે આ રાજ્યોની તકલીફ વધી શકે છે. RBIએ સોમવારે જૂની પેન્શન સ્કીમ તરફ પાછા ફરવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી. RBIએ સબ નેશનલ ફિસ્કલ હોરાઈઝાન માટે તેને સૌથો મોટું જોખમ ગણાવ્યું છે. જ્યારે RBIએ રાજ્યોને હેલ્થ, શિક્ષણ, ઈન્ફ્રા અને ગ્રીન એનર્જી માટે ઉચ્ચ મૂડી ખર્ચ કરવા આહ્વાન કર્યું છે. RBIએ સ્ટેટ ફાઈનાન્સ અંગે તાજેતરના રિ૫ર્ટમા જૂની પેન્શન યોજના અંગે કહ્યું કે, રાજકોષીય સંસાધનોમાં વાર્ષિક બચત જે આ ૫ગલાં પર ભારત મૂકે છે જે ટૂંકાગાળા માટે છે.



વર્તમાન ખર્ચને ભવિષ્ય માટે સ્થગિત કરીને રાજ્યો આવનારા વર્ષોમાં અનફંડેડ પેન્શન દેણદારીના જોખમ વધી રહ્યા છે. હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત અનેક વિપક્ષ શાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓને છેલ્લા પગારના 50 ટકા માસિક પેન્શન તરીકે આપવાનું વચન આપવામાં આવ્યું છે.



આ પગલું મનમોહન સિંહ સરકાર દ્વારા 2004માં અમલમાં મુકવામાં આવેલી નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારના સંકેત આપે છે. તેમાં સરકારી કર્મચારીઓ પગારના 10 ટકા યોગદાન આપે છે. એમ્પ્લોયર પણ એનપીએસમાં સમાન રકમનું યોગદાન આપે છે. મનમોહન સિંહના મુખ્ય સહયોગી મોન્ટેક સિંહ આહલુવાલિયા સહિત ઘણા અર્થશાસ્ત્રીઓએ રાજ્યોના આ પગલાની ટીકા કરી હતી. ઘણા મામલે તો પેન્શન પરનો ખર્ચ પહેલેથી જ ઘણો વધારે છે.




રિપોર્ટમાં RBIએ જણાવ્યું હતું કે, રાજ્યોમાં રાજકોષીય સ્થિતિમાં સુધારાની સાથે-બજેટની ઉધારી એ એક મુદ્દો છે જે કેન્દ્રીય નાણા મંત્રાલયે રાજ્ય સરકારો સમક્ષ ઉઠાવ્યો હતો. RBIએ સૂચન કર્યું છે કે રાજ્યોએ ઊંચા મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. RBIએ કહ્યું કે, તેનાથી રાજ્યના જીડીપીને ઓછામાં ઓછા બે વર્ષ સુધી ફાયદો થશે. RBIએ કેપેક્સ બફર ફંડની સ્થાપના કરવાનું સૂચન કર્યું. જ્યાં આવકનો પ્રવાહ મજબૂત હોય ત્યારે 'સારા સમય' દરમિયાન નાણાં અલગ રાખવામાં આવે છે, જેથી આર્થિક મંદીના સમયગાળા દરમિયાન ખર્ચને અસર ન થાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application