જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા મકાનોને નુકશાન થયું હતું. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાપાનમાં ગતરોજ નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી.
જોકે ગતરોજ બપોરના સમયે આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને દરયિકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી જેના પગલે અનેક લોકો ઉચ્ચા વિસ્તારોમાં ભાગી જવાની ફરજ પડી હતી. હાલ રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે અને ભૂકંપમાં સૌથી વધુ અસર ઈશિકાવામાં થઈ હતી જ્યાં ભૂકંપને કારણે રનવેમાં નુક્શાન પહોંચ્યું હોવાથી એરપોર્ટને બંધ કરવામાં રાખવામાં આવ્યું હતું. જાપાનના હવામાન વિભાગ દ્વારા આવેલ ભૂકંપ બાદ સતત 90 આફ્ટરશોક આવ્યા હતા. જાપાનના વડાપ્રધાને મોડી રાત્રે કહ્યું હતું કે રોડ રસ્તાઓ તુટી જવાને કારણે રાહત અને બચાવ કાર્યની ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application