Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુમુલ ડેરીના ચેરમેન તરીકે માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકની વરણી

  • November 25, 2020 

દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સોથી મોટી ગણાતી સુમુલ ડેરી ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણુંક માટે થયેલા મતદાનની આજરોજ હાથ ધરાયેલી ગણતરીમાં ચેરમેનમાં માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે. હાઈકોર્ટના દ્વારા સુમુલ ડેરીમાં સરકાર નિયુંક્ત બે પ્રતિનિધિની નિમણુંકને રદ કરતો આદેશ કર્યા બાદ બે મહિના પહેલા થયેલા મતદાનની આજે ગણતરી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

સુમુલ ડેરીમાં ૮મી સપ્ટેમ્બરના રોજ ચેરમન અને વાઈસ ચેરંમનેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે ૨ પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતની નિમણુંક સ્ટેટ રજ્સ્ટિ્રાર દ્વારા કરવામાં આવી હતી. જેની સામે ચૂંટાયેલા ૨ ડિરેકટર ભરત પટેલ અને સુનીલ ગામીતે વાંધો લેતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો. જિલ્લા રજીસ્ટ્રાર પાસે નિમણુંકની પ્રક્રિયા અને ક્યા આધારે ૨ પ્રતિનિધિની નિમણુંક થઈ હોવાની હાઈકોર્ટ પુચ્છા કરી હતી દરમિયાન ૬થી સપ્ટેમ્બરે હાઈકોર્ટે ચુકાદો આપતા ૨ સરકારી પ્રતિનિધિઓની નિમણુંક રદ કરી હતી અને ૮મી સપ્ટેમ્બરના રોજ મતદાન વખતે બે પ્રતિનિધિઓના મતને અલગ કવરમાં જયારે ૧૬ ડિરકટરો તથા જિલ્લા રજીસ્ટ્રારના મતને અલગ કવરમાં કરીને ટ્રેઝરીમાં જમા કરાવવામાં આવ્યા હતા.

 

 

 

દરમિયાન આજરોજ જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં બે મહિના પહેલા થયેલા ચેરમેન અને વાઈસ ચેરમેન માટે થયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૬ ડિરેકટરો અને જિલ્લા રજીસ્ટ્રારના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી હાથ ધરવામા આવી હતી. જેમાં ચેરમેન તરીકે માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકની વરણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચૂંટણીના જ દિવસે ચેરમેન પદે માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News