Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુર : ઇમ્ફાલનાં બે ગામો પર કુકી આતંકવાદીઓનાં હુમલામાં 15 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

  • June 03, 2023 

મણિપુરનાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ગતરોજ રાત્રે બોમ્બ અને હથિયારોથી સજ્જ શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કરતાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગ ગામમાં તૈનાત રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ જવાબી કાર્યવાહી કરી, બંને પક્ષો વચ્ચે ચાર કલાકથી વધુ ગોળીબાર ચાલ્યો અને ત્યારબાદ આતંકવાદીઓ નજીકની પહાડીઓ તરફ નાસી ગયા હતા.


જોકે અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, ઘાયલોને ઇમ્ફાલની પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન અને રાજ મેડિસિટીમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બે ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં બિષ્ણુપુર જિલ્લાના પોમ્બીખોકમાં પણ હુમલાના સમાચાર આવ્યા છે. જો કે, આ હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application