નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ મણિપુર સરકાર પર કચરાનાં નિકાલના અયોગ્ય સંચાલન બદલ 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું છે કે, સરકાર જવાબદારીથી ભાગી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જવાબદારી પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે જરૃરી સંશાધનો સાથે એક વ્યાપક યોજના બનાવવાનો છે. ખંડપીઠે જણાવ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે રાજ્ય કાયદા અને નાગરિકો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે અને પોતાના સ્તરે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા સંશોધનોની સમીક્ષા કરે. ખંડપીઠમાં ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ સેંથિલ વેલ પણ સામેલ છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, કચરાના નિકાલના સંચાલનના વિષય પર પર્યાવરણીય માપદંડોનું પાલન પ્રાથમિકતા હોવી જોઇએ. NGTએ જણાવ્યું છે કે, પ્રથમ ફેરફાર રાજ્ય સ્તર પર યોજના, ક્ષમતા નિર્માણની સમીક્ષા માટે એક કેન્દ્રીયકૃત સિંગલ વિન્ડો સ્થાપિત કરવાનું છે.
ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે, તેની અધ્યક્ષતા એડિશનલ મુખ્ય સચિવ સ્તરનાં એક અધિકારીને કરવી જોઇએ. જેમા શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને વન, કૃષિ, જળ સંશાધન, મત્સય પાલન અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્ત્વ છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેલંગણા સરકાર પર 3800 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેલંગણા સરકાર આટલી મોટી રકમનો દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો હતો કારણકે તે કચરાનાં નિકાલનું યોગ્ય સંચાલન કરી શકી ન હતી. આ અગાઉ NGTએ પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારને પણ દંડ ફટકાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500