મણિપુરમાંથી ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. કુકી આતંકવાદીઓએ શનિવારે મધરાતે નારાનસેન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાન શહીદ થયા છે. ગોળીબાર બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ કહ્યું હતું કે કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રિએ 12.30 વાગ્યે CRPF કેમ્પ પર હુમલો કર્યો અને તે 2.15 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. હુમલામાં શહીદ થયેલા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેન વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા.
મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં વધુ બે લોકો ઘાયલ પણ થયા છે. અહેવાલ છે કે આતંકવાદીઓએ મોઇરાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસેના ખાતે ભારતીય રિઝર્વ બટાલિયન કેમ્પને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ પર્વતીય શિખરો પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.આ સમય દરમિયાન, હુમલાખોરોએ કેમ્પ પર ઘણા બોમ્બ પણ ફેંક્યા, જેમાંથી એક સીઆરપીએફ ચોકીની બહાર વિસ્ફોટ થયો. હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે.
તેમાંથી એક સીઆરપીએફ સબ ઈન્સ્પેક્ટર એન. સરકાર છે. આ સિવાય કોન્સ્ટેબલ અરૂપ સૈનીએ પણ જીવ ગુમાવ્યો છે. દરમિયાન ઘાયલોમાં ઈન્સ્પેક્ટર જાદવ દાસ અને કોન્સ્ટેબલ આફતાબ દાસનો સમાવેશ થાય છે. મણિપુર લગભગ એક વર્ષથી છૂટાછવાયા હિંસાની આગમાં સળગી રહ્યું છે. ગત 3 મેથી અહીં હિંસા ભડકી રહી છે. મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસાનો અંત આવી રહ્યો નથી. અહીં દરરોજ ગોળીબાર અને હત્યાના અહેવાલો આવે છે. પશ્ચિમ ઈમ્ફાલના અવાંગ સેકમાઈ અને પડોશી લુવાંગસાંગોલ ગામોમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500